ગૂગલે યૂનિસ ન્યૂટન ફૂટે માટે ખાસ ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા છે.
યૂનિસ ન્યૂટન ફૂટે એક અમેરિકી વૈજ્ઞાનિક હતા, જેમણે પહેલી વખત ગ્રીન હાઉસ ઈફેક્ટ અને પૃથ્વીની જળવાયુને ગરમ કરવામાં ભૂમિકાની શોધ કરીને જળવાયુ વિજ્ઞાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ.
યૂનિસ ન્યૂટન ફૂટેનો જીવન પરિચય
અમેરિકી મહિલા વૈજ્ઞાનિક યૂનિસ ન્યૂટન ફૂટેનો જન્મ 1819માં કનેક્ટિકટમાં થયો હતો.
તેમનું શિક્ષણ ટ્રોય ફીમેલ સેમિનરી નામની સ્કુલમાંથી થયુ.
આ સ્કુલમાં વિદ્યાર્થિનીઓને વિજ્ઞાન ક્લાસમાં ભાગ લેવા અને પ્રયોગો માટે રસાયણ વિજ્ઞાન પ્રયોગશાળાઓમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા.
યૂનિસ ન્યૂટન ફૂટેની સિદ્ધિ
ફૂટે કાર્બન ડાયોક્સાઈડના સ્તર અને વાયુમંડળના ગરમ થવાની વચ્ચેના સંબંધની શોધ કરનાર પહેલી મહિલા વૈજ્ઞાનિક બની ગયા.
તેમનો બીજો અભ્યાસ જર્નલ પ્રોસીડિંગ્સ ઓફ ધ અમેરિકન એસોસિએશન ફોર સાયન્સમાં પ્રકાશિત થયો.
મહિલાઓને સમર્પિત જીવન
ફૂટેનું જીવન મહિલાઓ પ્રત્યે સમર્પિત રહ્યુ. તેમણે સમગ્ર જીવન મહિલા અધિકારો માટે પ્રચાર કરવામાં ખૂબ સમય આપ્યો.
1848માં સેનેકા ફોલ્સમાં પહેલા મહિલા અધિકાર સંમેલનમાં ભાગ લીધો.