કોરોના રોગચાળા પછી લોકોના જીવનમાં નોંધપાત્ર ફેરફાર આવ્યો છે. ફૂડ બિઝનેસને પણ સારા પ્રમાણમાં વેગ મળ્યો છે. ફૂડ બિઝનેસમાં અનેક અખતરાઓ કરવામાં આવે છે. કોરોના સમયગાળા દરમિયાન અમદાવાદની ઝીલ અને રિદ્ધિ શાહ નામની બે બહેનોએ મેક્સિકન ફૂડ બનાવવાનું શરૂ કર્યું હતું અને અને તેમાં તેમણે સફળતા મેળવી છે.
બંને બહેનોએ મળીને ઘરેથી જ ઓનલાઇન મેક્સિકન ફૂડ સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી.
4થી 5 મહિના ઓનલાઈન બિઝનેસ કરી તેઓએ સફળતાપૂર્વક પોતાની દુકાનની સ્થાપના કરી હતી.
કોરોના બાદ સ્ટાર્ટઅપની શરૂઆત કરી ઝીલ શાહે જણાવ્યું હતું કે, કોરોના મહામારી સમયે તેઓને નોકરી ગુમાવવી પડી હતી.નોકરી ગુમાવ્યા બાદ ઝીલ શાહે મેક્સીકન ખાદ્ય ઉદ્યોગમાં ઝપલાવ્યું હતું.
વ્યવસાય શરૂ કરતા તેમાં બહેનનો પણ સાથ મળ્યો.
બન્ને બહેનોએ શરૂ કરેલા આ વ્યવસાયમાં પરિવારે પણ સંપૂર્ણ સમર્થન આપ્યું છે.ઝીલ શાહ એમબીએની ડીગ્રી ધરાવે છે તો બીજી બહેન રિદ્ધિ શાહએ ગ્રજ્યુએશન સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો છે.
મોટા ભાગની દુકાનોમાં તૈયાર વસ્તુઓ વાપરવામાં આવે છે.
જ્યારે મેક્સિકન ફૂડ માટેની દરેક વસ્તુઓ ઝીલ જાતે જ બનાવે છે.
બર્ગરની ટીકી અને નાચોસ માટેનો સોસ પણ ઝીલના ઘરે જ તૈયાર કરવામાં આવે છે.
ઝીલ હાથથી બનાવેલું અસલ મેક્સિકન ભોજન ગ્રાહકોને પીરસવા માંગે છે.
જે આ ઝીલના ફૂડ સ્ટોલ વિશેષતા છે.