કેલિફોર્નિયાના લીવરપૂલ શહેરના ફાયરબ્રિગેડમાં એક બલ્બ 121વર્ષથી 24 કલાક સતત પ્રકાશ આપે છે.
આટલા વર્ષો પછી પણ તે ડિફયૂઝ ન થયો હોવાથી ચાર વોટના બલ્બને જોવા માટે લોકો આવે છે.
2001માં આ બલ્બે તેના આયૂષ્યના 100 વર્ષ પૂરા કર્યા ત્યારે સંગીત પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેને વધુ લોકો માણી શકે તે માટે વેબ કેમેરાથી પ્રસારણ કરવામાં આવ્યું હતું.
જેમ માણસે પોતાના જીવનમાં તડકો છાયો જોયા હોય એવું આ બલ્બ સાથે પણ બન્યું છે.
આ બલ્બને અગ્નિશામક વિભાગે ૧૯૩૭માં વીજળીની લાઇન બદલવાની થતા એ સમય પૂરતો બંધ રાખ્યો હતો.
ત્યાર પછી તે અવિરત ચાલતો જ રહયો છે. 2013માં એવા સમાચાર વહેતા થયા કે આ બલ્બ ઉડી ગયો છે.
આખી ઘટના પર તપાસ કરતા માલૂમ પડયું હતું કે ઇલેકટ્રીક સપ્લાય પૂરો પાડતી 75 વર્ષ જુની સપ્લાય લાઇન બળી ગઇ હતી.
જો કે આ લાઇન બદલવાની સાથે જ સેન્ટેનિયલ લાઇટ બલ્બ ફરીથી પ્રકાશ રેલાવવા લાગ્યો હતો.
છેલ્લા ત્રણ દાયકામાંથી ચર્ચામાં રહેલો બલ્બ એક મ્યૂઝિયમ બની ચૂકયો છે.
સૌથી લાંબા સમય સુધી અવિરત સેવા આપવા બદલ આ બલ્બને ગ્રીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં પણ સ્થાન મળ્યું છે