અમદાવાદના રહેવાસીઓ બોલિવૂડથી પ્રેરિત કપડાંની શૈલી પહેરવાનું પસંદ કરે છે.
પરિણામે, હવે કપડાં ખરીદવા માટે બોમ્બે જવાની જરૂર નથી કારણ કે તે હવે અમદાવાદમાં મળી શકે છે બોમ્બે સ્ટાઈલના કપડાં.
અમદાવાદના વાડજ કીટલી સર્કલ પાસે બોમ્બે સ્ટાઈલના કપડાનું માર્કેટ આવી ગયું છે.
આ માર્કેટના માલિક સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે તે બજારમાં વજન પ્રમાણે કપડાં વેચાય છે. આનો અર્થ એ છે કે તમે પ્રતિ ગ્રામ સસ્તા ભાવે કપડાં ખરીદી શકો છો.
અહીંયા 100 રૂપિયામાં 100 ગ્રામ, 80 રૂપિયામાં 50 ગ્રામ આ રીતે કપડાં ખરીદી શકો છો.
જો કે, આ બજાર ફક્ત 6 મહિના પહેલા જ શરૂઆત થઇ છે અને બજારના ગ્રાહકો તેમના કપડાની પસંદગી વિશે ખૂબ જ પસંદગીયુક્ત માર્કેટ માને છે.
કપડાં ખરીદવા આવતા ગ્રાહકો સાથે વાત કરતા તે જણાવે છે કે, બોમ્બેમાં જે કપડા મોંઘા છે તે અહીં અડધી કિંમતે મળે છે.
અહીં, તમે વેસ્ટ, ડ્રેસ, કુર્તી, અન્ડરવેર, જિમ સુટ, જીન્સ અને ટ્રેન્ડી ટી-શર્ટ જેવા વિવિધ કપડા મળશે.
જો તમે વિકલ્પ શોધી રહ્યા છો તો આ તમામ કપડાં અહીં વજનના આધારે અડધા ભાવે મળશે.
આ માર્કેટના માલિક સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, તે આ કપડા બોમ્બેમાં વેચે છે.
માલિક વિદેશથી કપડાં મંગાવીને અહીં અડધી કિંમતે વેચે છે. કપડાં વજન પ્રમાણે વેચાય છે, તેથી જ લોકો આ કપડાને પસંદ કરે છે અને તેમને પોસાય છે.
વધુમાં, અમદાવાદના વસ્ત્રાપુરમાં પણ આવું જ એક બજાર છે, જ્યાં વજન પ્રમાણે કપડાં મળે છે.
આવી જ રીતે લોકો વસ્ત્રાપુર વાળા માર્કેટ પર પણ કપડાં ખરીદવા આવે છે.