અમેરિકા પછી ભારત દુનિયામાં સૌથી મોટું રોડનેટવર્ક પાથરનારો દેશ બની રહ્યો છે.
અત્યારે ભારતમાં કુલ ૧.૪૫ લાખ કિ.મી.નું રોડ નેટવર્ક પથરાયેલું છે. ૨૦૧૪ થી ૨૦૨૩ માં સુધીનાં નવ વર્ષમાં ભારતે આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
યોજાયેલી એકસપ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે છેલ્લા નવ વર્ષમાં ભારતે કેટલાએ 'ગ્રીન-ફીલ્ડ-એક્સપ્રેસ-વે રચ્યા છે.
અને નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈંડીયા દેશના સૌથી લાંબા એક્સપ્રેસ-વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસને પૂરો કરવાની સીમાએ પહોંચી ગઈ છે.'
તેમણે વધુમાં કહ્યું હતું કે નવ વર્ષ પહેલાં ભારતનું રોડનેટવર્ક ૯૧,૨૮૭ કિ.મી. જેટલું જ હતું.
પરંતું છેલ્લાં કેટલાક વર્ષોથી તો એક્સપ્રેસ-વે રચવામાં ગતિશીલતા આવી ગઈ છે.
એપ્રિલ ૨૦૧૯ થી હજી સુધીમાં ૩૦,૦૦૦ કિ.મી.ના હાઈવે પથરાઈ ગયા છે.
તેમાં દિલ્હી-મેરઠ, દિલ્હી-લખનૌ અને દિલ્હી ગાઝીપુર હાઈવેઝ સમાવિષ્ટ છે