હિંદુના સૌથી મોટો તહેવાર દિવાળી માટે હવે ન્યુ યોર્કની શહેરની શાળામાં રજા રહેશે.
આ અંગે મેયર એરિક એડમ્સે ગઈકાલે માહિતી આપી હતી.
ન્યુ યોર્કના હજારો રહેવાસીઓ દર વર્ષે દિવાળીની ઉજવણી કરે છે અને રાજ્યના સાંસદો દ્વારા તાજેતરમાં યુએસની સૌથી મોટી શાળા પ્રણાલીમાં રજા તરીકે નિયુક્ત કરતો કાયદો ઘડ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે.
મેયર એરિક એડમ્સે ટ્વીટ કરી માહિતી આપી
મેયર એરિક એડમ્સે આ નિર્ણયને સ્થાનિક પરિવારો માટે નોંધપાત્ર વિજય ગણાવ્યો હતો. મેયરે ટ્વીટ કરીને લખ્યુ હતું કે દિવાળીને શાળાની રજા રાખવાની ચર્ચામાં એસેમ્બલી મેમ્બર જેનિફર રાજકુમાર અને સમુદાયના નેતાઓ સાથે ઉભા રહીને મને ખૂબ ગર્વ છે