ગુજરાત સરકાર દ્વારા અનુસુચિત જન જાતિ માટે ફ્રી શીપ કાર્ડ યોજના શરૂ કરી છે.
જેના થકી આજે 1901 વિદ્યાર્થીઓએ પોતાના સપનાને નવી પાંખ આપી છે.
ત્યારે ફ્રી શીપ કાર્ડ યોજના થકી રાજકોટની એક દીકરી ફિઝિયોથેરાપીસ્ટ બની છે.
આ સાથે જ તેના ભાઈ બહેનો પણ તેમના સપના પૂરા કરી રહ્યાં છે
ફ્રી શીપ કાર્ડે દીકરીને ડૉક્ટર બનાવી
કેન્દ્ર સરકારની "ફ્રી શીપ કાર્ડ" યોજના થકી રાજકોટની હેતલ પરમાર નામની યુવતીનું ડોકટર બનવાનું સપનું સાકાર થયું છે
બચતના પૈસાથી શરૂ કર્યું ક્લિનિક
હેતલે વધુમાં જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત સરકારે એક વર્ષના રૂપિયા 65000 લેખે કુલ સાડા ચાર વર્ષ મારી ફી ભરી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદથી મારું ડોકટર બનવાનું સપનું પૂરું થયું અને ભણતરનાં ખર્ચની બચત થયેલી મૂડીમાંથી આજે હું મારું પોતાનું ફિઝીયોથેરાપીનું ક્લિનિક ખોલી શકી છું