ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી બાદ હવે સુરત શહેર નવી ઓળખ ઉભી કરી રહ્યું છે.
જેમ ટેક્સટાઇલ અને ડાયમંડમાં સુરત આગળ છે.
એ જ રીતે જ હવે ધીરે ધીરે સુરત આઇટી ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે.
IT ક્ષેત્રમાં અભ્યાસ કરીને હવે યુવાનોએ બેંગ્લોર પુણે કે મુંબઈ જવાની જરૂર પડતી નથી.
મોટી સંખ્યામાં યુવાનો સુરતમાં જ પોતાનું નાના મોટા પાયે IT હબ બનાવી કરી સારી એવી કમાણી કરી રહ્યા છે
છેલ્લા ત્રણ વર્ષમાં 2 હજારથી વધુ IT કંપનીઓનું ઓપનિંગ
સુરતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 2 હજારથી વધુ નાની મોટી IT કંપનીઓ ખુલી છે.
સુરતના આઈટી સેક્ટરના વિદ્યાર્થીઓ સુરતમાં પોતાની કંપની ખોલી રહ્યા છે.
સુરતમાંથી BSC આઈટી, MSC આઈટી, BSA, MSA, કોમ્પ્યુટર સાયન્સ સહિતના વિવિધ કોર્સ કરીને દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ બહાર નીકળે છે.
આજથી દસ વર્ષ પહેલાં મોટા ભાગના વિદ્યાર્થીઓ બેંગ્લોર, પુણે કે મુંબઈ જઈને રોજગારી મેળવતા હતા પરંતુ હવે મોટાભાગના વિદ્યાર્થીઓ સુરતમાં જ રોજગારી મેળવે છે
ઘર બેઠા કામ કરીને 25 હજારથી લઈ દોઢ લાખ સુધીની કમાણી