વડોદરા: નજીક આવેલ કોયલી ગામ ખાતે ખેડૂત કૌશિલ પટેલે તેમના ખેતરમાં લાલ ભીંડાની ખેતી કરી છે.
લીલા ભીંડાની જેમ જ લાલ ભીંડા પણ સ્વદેશી જાત છે. કૌશિલ ભાઈ આ લાલા ભીંડાના બીજ મહારાષ્ટ્રથી લાવ્યા હતા.
બીજ લાવી ખેડૂત કૌશિલભાઈએ લાલ ભીંડાની ખેતી કરી છે. લાલ ભીંડાની ખેતીમાં ખેડૂત સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.
લાલ ભીંડાનો સારો ભાવ મળતા તેઓને ખુબ ફાયદો થઈ રહ્યો છે