કમલ રાણા ક્લાત્મક્તાથી અગન પર કાબૂ મેળવીને આકર્ષક ચિત્રો તૈયાર કરે છે.
એક ફાયર પેઈન્ટિંગ તૈયાર કરતા કમલ રાણાને ઓછામાં ઓછા બે મહિના લાગે છે.
વિદેશથી મગાવેલા કેનવાસ પર ફાયર પેઈન્ટિંગ કરવાનું વધુ પસંદ કરે છે
કમલ રાણા મૂળ દક્ષિણ ગુજરાતના બિલીમોરા ગામના વતની છે.
પરંતુ વડોદરાને જ એમણે પોતાની કર્મભૂમિ બનાવી છે.
58 વર્ષિય કમલ રાણાને એમના પિતા કાંતિ રાણા પાસેથી કલા વારસામાં મળી છે.
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી માંથી ફાઈન આર્ટ્સની તાલીમ પામેલા કમલ રાણાએ પોતાના કૉલેજકાળમાં પહેલી વાર ફાયર પેઇન્ટિંગ કર્યું હતું
અચાનક આવેલા વિચારને પોતાના જીવનનું લક્ષ્ય બનાવીને ફાયર પેઈન્ટિંગની કલાને આત્મસાત કરી લેનારા કમલ રાણાએ અત્યાર સુધી 300થી વધુ ફાયર પેઈન્ટિંગ બનાવ્યા છે.
એમની આ ક્લાની કોઈ નકલ કરી શકતું નથી, એટલું જ નહીં તેઓ પોતે પણ એક વાર બનાવેલા પોતાના ચિત્રની નકલ કરી શકતા નથી