ઉનાળાની ઋતુમાં લૂથી બચવા માટે કાચી કેરી ઘણી ઉપયોગી બને છે. આ કાચી કેરી માંથી આપણે અનેક વાનગીઓ બનાવી શકીએ છીએ. તો આજે આપણે આ કાચી કેરીનો ઠંડો શરબત બનાવી શકાય એ શીખશું.
શરબત બનાવવા માટે સામગ્રી
-કાચી કેરી
-ખાંડ વાટેલું
-જીરું
-મીઠું
-સંચળ
-ફુદીનો
શરબત બનાવવાની રીત
-એક મિક્સરના કપમાં કાચી કેરી નાખવી
-આ કાચી કેરીમાં જરૂરિયાત મુજબ ખાંડ નાખવી
-જરૂરિયાત મુજબ જીરું નાખવું
-પ્રમાણસર મીઠું અને સંચળ નાખવું
-આ મિક્સર કપમાં જરૂરિયાત મુજબ ફુદીનાના પાન નાખવા
-કેરી અને ફુદીનાના પ્રમાણમાં પાણી મિક્સરમાં નાખવું
-આ દરેક વસ્તુને મિક્સરમાં પીસી લેવું
-ગરણી વડે આ શરબત ગાળી લેવો
-ગ્લાસમાં બે ત્રણ ટુકડા બરફ નાખી ઠંડો ઠંડો આ શરબત સર્વ કરવું