સીલેન્ડ નામના દેશની વસ્તિ માત્ર ૨૭ લોકોની છે.આનું કુલ ક્ષેત્રફળ દૂરથી ટેનિસ કોર્ટ જેટલું લાગે છે. સીલેન્ડનો સરફેશ એરિયા ૬૦૦૦ વર્ગ ફૂટ છે. આ બચુકડો દેશ ઇગ્લેન્ડથી સફોલ્ફ ઉતરી સમુદ્ર તટ બાજુ ૧૨ કિમીના અંતરે આવેલો છે
આ દેશ નાનો હોવાથી દુનિયાના મેપમાં પણ શોધી શકાતો નથી
સિલેન્ડને લાલ.સફેદ અને કાળા રંગનો પોતાનો ધ્વજ પણ છે
સીલેન્ડ દેશની ટપાલ ટીકિટ,પાસપોર્ટ અને કરન્સી પણ બહાર પાડી હતી.કરન્સી પર પત્નિ જોન બેટસની તસ્વીર છે
સીલેન્ડને હજુ આંતરરાષ્ટ્રીય દેશ તરીકે માન્યતા મળવાની બાકી છે. આથી ૪૪ એકરમાં પથરાયેલો અને ૫૦૦ની વસ્તી ધરાવતો વેટિકન દેશ હજુ સુધી સૌથી નાનો ગણાય છે