અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે બેથી 27મી મે સુધી બાળકો માટે વર્કશોપ રાખવામાં આવ્યા છે. વર્કશોપમાં બ્લોક કોડિંગ વર્કશોપ ક્રિએટિવ ટોય મેકિંગ હાર્ડવેર કોડિંગ વર્કશોપ 3D પ્રિન્ટિંગ વર્કશોપ સહિતના અલગ અલગ પ્રકારના 10થી વધારે વર્કશોપ રાખવામાં આવ્યા છે.
મે મહિનો એટલે બાળકો માટે વેકેશનનો મહિનો કહેવામાં આવતો હોય છે. વેકેશનમાં દરેક મા-બાપ પોતાના બાળકોને અલગ અલગ ક્લાસીસમાં મોકલતા હોય છે, જેનાથી તેઓ વેકેશનનો ઉપયોગ કરી શકે અને કંઈક નવું શીખી શકે. આથી જ નવું શીખવા માટે બાળકો માટે સાયન્સ સીટી ખાતે વર્કશોપ રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે બેથી 27મી મે સુધી બાળકો માટે વર્કશોપ રાખવામાં આવ્યા છે. વર્કશોપમાં બ્લોક કોડિંગ વર્કશોપ ક્રિએટિવ ટોય મેકિંગ હાર્ડવેર કોડિંગ વર્કશોપ 3D પ્રિન્ટિંગ વર્કશોપ સહિતના અલગ અલગ પ્રકારના 10થી વધારે વર્કશોપ રાખવામાં આવ્યા છે. વર્કશોપમાં કઈ રીતે તમે રજીસ્ટ્રેશન કરાવી શકો
વર્કશોપમાં કેટલા બાળકોની બેન્ચ રોજ વર્કશોપમાં 200 જેટલા બાળકો ભાગ લેતા હોય છે. આ સાથે જ એક બેચમાં 25 જેટલા છોકરાઓ રાખવામાં આવે છે, જો કે રોબોટિક્સ વર્કશોપની એક જ બેચ રાખવામાં આવી છે અને બીજી બધી પ્રવૃતિની બે બીચ રાખવામાં આવી છે.
વર્કશોપ બાળકો માટે કેટલું જરૂરી ? સમર વેકેશનમાં બાળકોને કંઈક નવું જાણવા મળે અને સાથે જ તેઓ તેમના આવનારા ભણતરમાં પણ તેનો ઉપયોગ કરી શકે તેના માટે વર્કશોપ રાખવામાં આવી છે. આ વર્કશોપથી બાળકોને અવનવી વસ્તુ તો જાણવા મળશે જ, પરંતુ તેઓ પોતાના ભણતરમાં પણ આગળ વધી શકે છે.