મોસ્કોવા નદી કાંઠે વસેલું રશિયાનું પાટનગર મોસ્કો પ્રાચીન શહેર છે.કોઇ પણ દેશનું પાટનગર સુરક્ષાની દ્વષ્ટીએ ખૂબજ સંવેદનશીલ હોય છે.આથી જ તો અભેદ કિલ્લા જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. સોવિયતસંઘ (રશિયા) અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા વચ્ચે કોલ્ડવોર ચાલતું હતું ત્યારે મોસ્કોની નીચે અંડર ગ્રાઉન્ડ સિટી ઉભું કરવામાં આવ્યું હતું
(૧) બંકર નંબર -૪૨
ટાગનસ્કા મેટ્રો સ્ટેશનની બાજુમાં ભૂગર્ભ બંકર ૧૯૫૦ના દાયકામાં શીતયુદ્ધ વધી રહયું હતું ત્યારે બાંધવામા આવ્યું હતું. તેનું પ્રવેશ દ્વાર સાવ સામાન્ય પ્રકારના મકાનના બારણા જેવું છે. આ બંકર સર્કલ મેટ્રોલાઇનના સમાન સ્તરે ૬૫ મીટરની ઉંડાઇએ આવેલું છે. પ્રવેશદ્વાર આસપાસ ૬ મીટર જાડી સિમેન્ટની દિવાલ છે. આ ભૂગર્ભ સંકૂલ ૭૦૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવે છે અને ટનલના ૪ બ્લોકમાં વહેંચાયેલું છે. એક સમયે એરફોર્સના જનરલ સ્ટાફનું રિઝર્વ હેડકવાટ્ર અહીં હતું.
ભૂગર્ભ નદી
નેગલિનાયા નદીએ મોસ્કોની ડાબી બાજુ વહેતી ઉપનદી છે. મોસ્કો જૂના ઇતિહાસમાં આ નદીના પ્રથમ સંદર્ભો સાથે અત્યંત પ્રાચીન રાજધાની છે. આ નદીનું મૂળ મરિના રોશયા નજીકના વિસ્તારમાં છે. આ સ્થાનેથી નદી શહેરના કેન્દ્ર અને એલેકસાન્ડ્રોવ્સ્કી ગાર્ડનની નીચેથી પસાર થાય છે. બોલ્શોય કામેની બ્રિજ પરથી જોઇ શકાય તેવા પાળાના મોટા પથ્થરમાંથી મોસ્કો નદીમાં વહે છે
સફેદ પથ્થરની ખાણો
આ પથ્થરની ખાણો મોસ્કો શહેરની સફેદ પથ્થરની ઇમારતોના કિલ્લાઓ અને ચર્ચો બનાવવા માટે જરુરી પથ્થર પુરો પાડતી હતી. ૧૭મી સદીમાં આ સફેદ પથ્થર પરની ખાણનું ખૂબ દોહન થવા લાગ્યું હતું. સોવિયત સંઘના સમયગાળામાં અહીં એરોપ્લેન રનવેને મજબૂત કરવા માટે પથ્થર ખોદકામ મોટા પાયે થયું હતું. વિશ્વયુધ્ધમાં એક લશ્કરી હોસ્પિટલ અને ત્યાર પછી સિસ્મિક સ્ટેશન અહીં ખોલવામાં આવ્યું હતું. ૧૯૭૪માં સાયની ખાણોમાં જવાના રસ્તા પુરાઇ ગયા હતા