રાજકોટના આ ભાઈએ 220 દેશના 1.50 લાખ કરતા વધુ સિક્કાઓ એકત્ર કર્યા, 140 દેશોની ચલણી નોટો એકઠી કરી. 2200 વર્ષ પહેલાના કુશાણ યુગ અને ગુપ્ત યુગનું ચલણ સંગ્રહિત
શહેરના નરેન્દ્રભાઈને વિવિધ દેશોના સિક્કાઓ અને ચલણી નોટો એકઠી કરવાનો અનોખો શોખ છે. પોતાનો આ શોખ પૂરો કરવા માટે નરેન્દ્રભાઈએ પોતાની જીવનભરની તમામ કમાણી ખર્ચી નાખી છે. આ ભાઈએ 220 દેશના કુલ 1.50 લાખ કરતા વધુ સિક્કાઓ એકત્ર કર્યા છે, તો 140 દેશોની ચલણી નોટો એકઠી કરી છે. આ ઉપરાંત 2200 વર્ષ પહેલાના કુશાણ યુગ અને ગુપ્ત યુગનું ચલણ તેમજ અત્યારના સમયનું ચલણ સંગ્રહિત છે. નોટ અને સિક્કા સારા લાગે તેને ફ્રેમમાં મઢીને સાચવતા ગયા
32 વર્ષથી સિક્કાઓ અને ચલણી નોટોનો સંગ્રહ કરે છે ફોટો ફ્રેમિંગ, ગિફ્ટ આર્ટિકલનું કામ કરી ગુજરાન ચલાવતા નરેન્દ્રભાઈને 12 વર્ષની ઉંમરે આ શોખ લાગ્યો હતો અને પોતાના આ શોખ માટે તેમણે પરસેવાની કમાણીના લાખો રૂપિયા ખર્ચ્યા છે. આ કલેક્શનની શરૂઆત તેમણે દાદા-દાદી પાસેથી થોડા જૂના સિક્કાઓ મેળવી કરી હતી. બાદમાં ઉના નજીક ઘોઘલા ખાતે પર્યટકો પાસેથી તેમજ અન્ય સી-મેનો પાસેથી પણ જૂના સિક્કાઓ એકત્ર કર્યા હતા. ત્યારથી લઈ અત્યાર સુધીમાં લગભગ 32 વર્ષથી તેઓ સિક્કાઓ અને ચલણી નોટોનો સંગ્રહ કરે છે. આ વ્યક્તિને જીવનભરની આ એક જ ઈચ્છા છે કે, તેઓ વિશ્વભરની ચલણી નોટો પોતાની પાસે રાખે, જેના માટે તે કાર્યરત છે.