તાજેતરમાં, યુએસએના સિએટલમાં 'મિસિસ ઇન્ડિયા એલિટ 2023'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મધ્યપ્રદેશના ખંડવાની પુત્રી અનુભૂતિએ ભાગ લીધો હતો અને મિસિસ ઇન્ડિયા એલિટ 2023નો ખિતાબ જીત્યો હતો. પૂર્વ મિસ વર્લ્ડ ડાયના હેડનની હાજરીમાં અનુભૂતિને આ ખિતાબ આપવામાં આવ્યો હતો.
અનુભૂતિ પડાવા નિવાસી અરુણ કુમારની પુત્રી છે
અનુભૂતિ અમેરિકાના પોર્ટલેન્ડ શહેરમાં રહે છે. અનુભૂતિને એક પુત્રી અને એક પુત્ર પણ છે. અનુભૂતિ ડોંગરે ખંડવા જિલ્લાના પડાવાના રહેવાસી અરુણ કુમાર સુચિતા સાધની પુત્રી અને ડૉ. પ્રકાશ ડોંગરેની પુત્રવધૂ છે.
પુત્રીની સિદ્ધિ પર માતા સુચિતા સાધે કહ્યું કે, અનુભૂતિએ સાચે જ સાબિત કર્યું છે કે, ઉંચાઈ હાંસલ કરવામાં ઉંમર કોઈ અવરોધ નથી. અમને ગર્વ છે કે દેશ-વિદેશમાં સમાજની દિકરીઓ વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવીને અમને ગૌરવ અપાવી રહી છે. અનુભૂતિ આજની દીકરીઓ માટે એક ઉદાહરણ છે.
અનુભુતિના પિતા અરુણ કુમારે જણાવ્યુ કે, મિસેજ ઇન્ડિયા એલીટ 2023 પ્રતિયોગિતામાં ભાગ લઇને પોતાના સપના પુરા કરતા અનુભુતિ ડોંગરેએ પોતાના સમાજનું ગૌરવ વધાર્યું છે. મહત્વનું છે કે, આ પહેલાં અનુભુતિ ડોંગરેએ મહાકુંભ ન્યુયોર્ક ફેશન વીકમાં પણ રેંપ વોક કર્યું છે.