રમતગમત ક્ષેત્રે રાજકોટના ખેલાડીઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ડંકો વગાડી રહ્યા છે. જેમાં દિવ્યાંગ ખેલાડીઓ પણ કોઈનાથી પાછળ નથી. દિવ્યાંગ ખેલાડીઓ પણ તેની ક્ષમતાનો પરચો દેખાડી રહ્યાં છે.રાજકોટનાં દિવ્યાંગ જીગરે નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલે સારી એવી સફળતા પ્રાપ્ત કરી છે. રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતના અનેક પેરા સ્વિમરોએ નામ રોશન કર્યું છે. પરંતુ જીગરે આંતર રાષ્ટ્રીયકક્ષાએ પહોંચનાર અને સિધ્ધિ મેળવનાર ગુજરાતનો પહેલો ખેલાડી છે
દિવ્યાંગ યુવક જીગરે જણાવ્યું કે, 2007થી તેને સ્વિમિંગ કરવાનું શરૂ કર્યું હતું. 7 મહિનાનો થયો ત્યારે મારા માતા-પિતાને ખબર પડી કે હું શારિરીક બિમારીથી પીડાઈ રહ્યો છું. જેમાં મસલ્સ વધતા નથી. પણ તેમાં હાડકા વધે છે. જેથી મારા માતા પિતાએ વિચાર્યુ કે, મને આગળ જતા કંઈ અગવડ ન પડે તે માટે તેઓએ મને સ્વિમિંગ કરવાનું શિખવ્યું હતું. 2007થી સ્વિમિંગ કરવાનું શરૂ કર્યું. બાદ 2013માં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો અને તેને પોતાની જર્નીસ્ટાર્ટ કરી હતી. અત્યાર સુધીમાં 23 ગોલ્ડ મેડલ અને 4 સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
જીગરે 2017માં આતંરરાષ્ટ્રીય ક્ષેત્રે રમવાનું શરૂ કર્યું હતું
બાદ એશિયન ગેમ 2018માં જીગરનું સિલેક્શન થયું હતું. જેમાં તેને ચોથુ સ્થાન મેળવ્યું હતું. જીગરને ગુજરાત સરકાર તરફથી સરદાર પટેલ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. પીએમ મોદીમન કી બાતનાં 38માં એપિસોડમાં જીગરનો ઉલ્લેખ કર્યો હતો. જીગર માટે ખુબ જ ગૌરવની વાત છે.
રાજકોટનું એક ફાઉન્ડેશન જીગરને છેલ્લા 5 વર્ષથી મદદ કરી રહ્યું છે
સ્વિમિંગની દરેક વાતમાં આગળ વધવા માટે આ ફાઉન્ડેશન તેને મદદ કરે છે. આ સાથે જ જીગરને તેનામાતા-પિતાનો પણ ખુબ સપોર્ટ મળ્યો છે. જીગરે કહ્યું કે, જો હું કરી શકુ તો બધા લોકો તેના જીવનમાં આગળ વધી શકે છે. ક્યારેય મનથી હારી ન જવું જોઈએ. તમારી પાસે શું છે, તેમાંથી તમે રસ્તો કાઢીને આગળ વધી શકો છો. જીગરના માતાએ જણાવ્યું કે, જ્યારે અમે જીગરની આ બિમારી વિશે ખબર પડી ત્યારે અમે હિંમત ન હારી અને અમે તમામ રિપોર્ટ કરાવ્યા. પછી અમે નક્કી કર્યું કે, અમે તેને કોઈના પર નિર્ભર નહીં બનાવીએ.તે આત્મનિર્ભર બને તેવું અમે મનથી નક્કી કરી લીધું.